wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ગુજરાતી ધોરણ 10

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

નરસિંહ મહેતા ના મતે સાચા વૈષ્ણવ જનના દર્શનથી કેટલા કુળનો ઉદ્ધાર થાય છે

a)

51 કુળનો

b)

101 કુળનો

c)

21 કુળનો

d)

71 કુળનો

2.

અંકિતના માતા-પિતા નું સ્વપ્ન હતું કે

a)

તે માત્ર ડીગ્રીઓ મેળવી

b)

તે ઉમદા માણસ બને

c)

તે ડોક્ટર બને

d)

તે ખૂબ પૈસા વાળો બને

3.

વૈષ્ણવ જન પરધન જોઈને શું કરે છે

a)

તેને ચોરી લે છે

b)

તેને હાથ પણ અડાડતો નથી

c)

તે મંદિરમાં પધરાવી દે છે

d)

ભિખારીને આપી દે છે

4.

વીનુકાકા વાતવાતમાં કહેતા.....

a)

નિશાન ઊંચું રાખવું

b)

નિશાન નીચું રાખવું

c)

અન્યને નિશાન બનાવવું

d)

ક્યારેય કોઈ નિશાન ન રાખવું

5.

વૈષ્ણવજન પદ કોને અતિ પ્રિય હતું

a)

વૈષ્ણવજનોને

b)

ગાંધીજીને

c)

દયારામને

d)

મીરાબાઈ ને

6.

નીનાબહેન રોજ સાંજે ઉમળકાથી કોને ભણાવતા હતા

a)

સોસાયટીના બાળકો ને

b)

અંકિત અને સૌરભને

c)

શાળાના બાળકોને

d)

ગરીબ વસ્તીના બાળકોને

7.

વૈષ્ણવજન પરસ્ત્રી પ્રત્યે કેવો આદરભાવ રાખે છે

a)

માતા જેવો

b)

અભિનેત્રી જેવો

c)

નોકરાણી જેવો

d)

ભક્ત જેવો

8.

વીનુકાકા કોને જરાય ગમતા નથી

a)

સૌરભને

b)

અંકિત ને

c)

મંજુ કાકી ને

d)

નીનાબહેનને

9.

ઉપકાર શબ્દ નો વિરુદ્ધાર્થી શબ્દ આપો

a)

ઉપકૃત

b)

અપકાર

c)

અહેસાન

d)

ઉપક્રમ

10.

અમેરિકામાં રહેતા ડોક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી

a)

પોતાના બાળકો માટે

b)

પોતાના માતા-પિતા માટે

c)

પોતાના મિત્રો માટે

d)

પોતાની પત્ની માટે

11.

વૈષ્ણવજન કાવ્યનો પ્રકાર જણાવો

a)

પદ

b)

ભજન

c)

ગઝલ

d)

ઊર્મિકાવ્ય

12.

સૌરભને એસએસસી માં કેટલા ટકા આવ્યા

a)

92

b)

95

c)

96

d)

80

13.

સકળ લોકમાં વૈષ્ણવજન કોને વંદન કરે છે

a)

માતાને

b)

પિતાને

c)

સહુને

d)

કોઈને પણ નહીં

14.

રેસનો ઘોડો પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો

a)

નવલકથા

b)

આત્મકથા ખંડ

c)

એકાંકી

d)

નવલિકા

15.

'ભણે' તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો.

a)

ભણાવવું

b)

અભ્યાસ

c)

કહે

d)

સાંભળો

16.

સૌરભ કયા દેશમાં ડોક્ટર તરીકે કાર્ય કરતો હતો

a)

આફ્રિકા

b)

રશિયા

c)

ભારત

d)

અમેરિકા

17.

નરસિંહ મહેતા ને શેનું બિરુદ મળ્યું હતું

a)

ઊર્મિ કવિ

b)

ગઝલકાર

c)

આખ્યાનકાર

d)

આદ્ય કવિ

18.

મીનાબહેન સંજય પાસે અંકિત માટે શું માગે છે

a)

રમકડા

b)

બાળપણ

c)

શાળાએ ન જવાની રજા

d)

એક પણ નહીં

19.

પરદુઃખ શબ્દ નો સમાસ ઓળખાવો

a)

કર્મ ધારય

b)

તત્પુરુષ

c)

મધ્યમપદલોપી

d)

ઉપપદ

20.

અંકિત પાસે કેવી ગન હતી

a)

સાચી

b)

લાકડાની

c)

પ્લાસ્ટિકની

d)

લોખંડની

21.

સૌરભ અને અંકિત ના ચહેરા પર શેનો આનંદ હતો

a)

ભણવાનો

b)

ટીવી જોવાનું

c)

નાસ્તાનો

d)

આઇસક્રીમનો

22.

રેસનો ઘોડો પાઠના લેખક નું નામ જણાવો

a)

ગુણવંત શાહ

b)

રઘુવીર ચૌધરી

c)

ગંગા સતી

d)

વર્ષા અડાલજા

23.

તાળી લાગવી રૂઢિપ્રયોગનો અર્થ આપો

a)

હાથમાં લાગવું

b)

ખુશીથી તાળી પાડવી

c)

એકતાન થવું

d)

આપેલા એક પણ નહીં

24.

મોમાં ઘી સાકર - રૂઢિપ્રયોગનો અર્થ આપો

a)

દુઃખી થવું

b)

લાગણી સભર થવું

c)

સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી

d)

હા કે ના નો ઇશારો કરવો

25.

નરસિંહ મહેતાની કર્મભૂમિ જણાવો

a)

જુનાગઢ

b)

તળાજા

c)

ગોપનાથ

d)

સોમનાથ