NEW
Font size
Worksheetsસામાજિક વિજ્ઞાન ,ધોરણ8:એકમ 5. પ્રાકૃતિક પ્રકોપો
Total questions: 20
Worksheet time: 7mins
પૃથ્વીના પેટાળમાં થતાં ઝડપી ભૂસંચલન અને દબાણને કારણે ભૂ-સપાટીનો અમુક નબળો ભાગ એકાએક વેગથી ધ્રુજી ઉઠે છે આ આકસ્મિક ધ્રુજારી ને શું કહે છે?
જ્વાળામુખી
ભૂકંપ
સુનામી
ભૂસ્ખલન
ભૂકંપકેન્દ્ર કોને કહે છે?
ભૂકંપકેન્દ્રથી પૃથ્વીની સપાટી નજીકના સ્થળને......
ભૂકંપક્રિયાના ઉદ્ભવ સ્થળેથી ભૂકંપના મોજા પેદા થાય છે તેને....
ભૂકંપનું ઉદ્દગમ સ્થાન અને વેગ જાણી શકાય છે તેને......
ઉપરનામાંથી કોઈ નહી.
ભૂકંપકેન્દ્રથી પૃથ્વીની સપાટી નજીકના સ્થળ કે કેન્દ્રને શું કહે છે?
ભૂકંપકેન્દ્ર
ભૂકંપ આલેખક
ભૂકંપનિર્ગમન કેન્દ્ર
વિભંગજન્ય કેન્દ્ર
નીચેનામાંથી કયું કારણ એ ભૂકંપ થવાનું કારણ નથી?
જ્વાળામુખીજન્ય ભૂકંપ
વિભંગજન્ય ભૂકંપ
ભુસંતુલન જન્ય ભૂકંપ
વાવાઝોડા જન્ય ભૂકંપ
પ્રાકૃતિક પ્રકોપ કેટલા પ્રકારના હોય છે?
1
2
3
4
અનાવૃષ્ટિ (દુષ્કાળ ) એ કયા પ્રકારનો પ્રાકૃતિક પ્રકોપ છે?
આંતરિક ફેરફારના કારણે ઉદ્ભવતો
બાહ્ય ફેરફારને કારણે ઉદ્ભવતો
કુદરતી ફેરફારને કારણે ઉદ્ભવતો
ઉપરનામાંથી એક પણ નહીં
જ્વાળામુખી વિસ્ફોટ થવાના નીચે આપેલા કારણોમાંથી કયા કારણોનો સમાવેશ થાય છે?
પૃથ્વીના પેટાળ
પ્રવાહી મેગ્માની ઉત્પત્તિ
વાયુ અને વરાળ નો ઉદ્ભવ
મેગ્મા( લાવારસ )નું ભૂ -સપાટી તરફનું વહન.
આપેલ તમામ
ભૂસપાટી ઉપર આવતા મેગ્મામાં રહેલા વાયુ દબાણમુક્ત બનતા ભારે વિસ્ફોટ સાથે લાવા ,વિવિધ કદ અને આકારના ખડકના ટુકડા ,રાખ વગેરે આકાશમાં ઉંચે ઉછળે છે .જેને............. કહેવામાં આવે છે?
અતિવૃષ્ટિ
દાવાનળ
જ્વાળામુખી
સુનામી
ફ્યુજિયામા જ્વાળામુખી એ જ્વાળામુખીનો કયો પ્રકાર છે?
સક્રિય જ્વાળામુખી
સુષુપ્ત જ્વાળામુખી
મૃત જ્વાળામુખી
ઉપરનામાંથી કોઈ નહી
જ્વાળામુખીમાંથી ફેંકાતા વિખંડિત પદાર્થોમાંના નાના પથ્થરો ..........તરીકે ઓળખાય છે.
હીરા
માણેક
આરસ
લાપિલી
સમુદ્રના તળિયે આવેલા જ્વાળામુખી ફાટવાથી કે તળિયે ભૂકંપ થવાથી સમુદ્રની સપાટી પર ખૂબ શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન થાય છે આ મોજાને શું કહે છે?
ત્સુનામી
જ્વાળામુખી
ભૂકંપ
પુર
જાપાનમાં ક્યારે મહાભયાનક સુનામી હોનારત સર્જાઇ હતી?
11 એપ્રિલ,2010
12 માર્ચ,2013
11 માર્ચ,2011
11 ઑક્ટોબર,2011
નદીમાં એકાએક આવતા ધસમસતા પાણીના પ્રવાહને 'પૂર 'કહે છે. આ વિધાન સાચું કે ખોટું?
સાચું
ખોટું
કંઈ કહી શકાય નહીં
તાપી નદીમાં કઈ સાલમાં પૂર આવવાથી સુરત શહેર પૂર પ્રભાવિત વિસ્તાર બન્યો હતો?
1978
2008
2006
2002
વરસાદ ન આવવાથી ખોરાક - પાણીની અછત સર્જાય અને જમીનમાં પાણી સુકાઇ જવાની પ્રક્રિયાને........... કહે છે.
દુષ્કાળ કે અનાવૃષ્ટિ
લીલો દુષ્કાળ કે અતિવૃષ્ટિ
પુર
જમીન ધોવાણ
વાવાઝોડાને અંગ્રેજીમાં શું કહે છે?
Earthquake
Drought
Cyclone
Flood
દાવાનળથી જંગલોમાં આગ લાગવાના કારણોમાં નીચે આપેલમાંથી કયું કારણ સાચું નથી?
વૃક્ષોના પરસ્પર ઘર્ષણ થવાથી
આકાશમાં વીજળી પડવાથી
માનવી દ્વારા આગ લગાવવાથી
વરસાદ પડવાથી
ભૂસ્ખલન થવા માટે નીચેનામાંથી કયા કારણો જવાબદાર છે?
ભારે વરસાદના કારણે
ભૂકંપના કારણે
A અને B બંને
ઉપરનામાંથી એક પણ નહીં
............ને કારણે વન્યસંપત્તિને ભારે નુકસાન થાય છે.
દુષ્કાળ
અતિવૃષ્ટિ
દાવાનળ
પૂર
ભારતના દરિયાકિનારાના વિસ્તારોમાં કેટલીકવાર........... સર્જાય છે.
ત્સુનામી
ચક્રવાત
ભૂસ્ખલન
ભારે વરસાદ
