NEW
Font size
Worksheetsકોર્ષ2(અ). શૈક્ષણિક વ્યવસ્થાપન.
Total questions: 10
Worksheet time: 11mins
1). "ઉદ્દેશો નિશ્ચિત કરી તેને પરિપૂર્ણ કરવા તંત્રના માનવ તેમજ અન્ય સંસાધનનોના ઉપયોગ દ્વારા આયોજન, સંગઠન , પ્રેરણ અને નિયમનને કામે લગાડવાની પ્રક્રિયાને શું કહે છે ??
A.નિદર્શન
B.સંગઠન
C.વ્યવસ્થાપન
D.સંયોજન
Q 2). "વ્યવસ્થાપન કરવું એટલે પૂર્વાનુમાન કરી આયોજન કરવું, સંગઠિત કરવું , નિદર્શીત કરવું , સંયોજિત કરવું અને નિયંત્રણ કરવું."
⬆️ વ્યવસ્થાપન ની આ વ્યાખ્યા કોણે આપી છે.??
A.જ્યોર્જ ટેરી
B.હેનરી ફેઓલ
C.જે. એલ.મેસી
D.સ્કિનર
Q 3)."વ્યવસ્થપાન એ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા એક સહકારી જૂથ સામાન્ય ધ્યેયોની પ્રાપ્તિની દિશામાં કર્યો કરે છે."
⬆️ વ્યવસ્થપનની આ વ્યાખ્યા કોણે આપી છે ?
A. જ્યોર્જ ટેરી.
B. હેનરી ફેઓલ
C. જે.એલ .મેસી
D. સ્કિનર
Q 4). સામાન્ય રીતે શૈક્ષણિક વ્યવસ્થાપનના કાર્યક્ષેત્રમાં શાનો સમાવેશ થતો નથી ?
A. પ્રશાસકીય વ્યવસ્થાપન
B. રાજકીય વ્યવસ્થાપન
C. વર્ગખંડ વ્યવસ્થાપન
D. શાળા વ્યવસ્થાપન
Q 5). રાજ્ય કક્ષાના શિક્ષણ તંત્રના વ્યવસ્થાપનાનું કાર્ય રાજ્યનો કયો વિભાગ કરે છે ?
A. યુનિવર્સિટી વિભાગ
B. શિક્ષણ વિભાગ
C. રાજ્ય પરીક્ષા બોર્ડ વિભાગ
D. ગુજરાત વિદ્યાપીઠ
Q 6). ગુજરાત રાજ્ય માં અલગ શિક્ષણ વિભાગ ક્યારથી અસ્તિત્વ માં આવ્યો ?
A. ઓક્ટોબર 1975
B. ઓગસ્ટ 1976
C. ઓગસ્ટ 1975
D. ઓક્ટોબર 1976
1.➡️ 6 થી14 વર્ષની વયના બાળકો માટે પ્રાથમિક શિક્ષણ નું સાર્વત્રિકારણ કરવું.
2.➡️ માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણનું નિયંત્રણ અને ગુણવત્તા સુધારવી.
3.➡️શિક્ષણ ક્ષેત્રે થતા રોકાણના ઉત્તમ ઉપયોગ દ્વારા વિકાસ.
4.➡️નિરંતર શિક્ષણ અને સાક્ષારતા ના મહત્વના કાર્યક્રમો નું અમલીકરણ.
5.➡️અમલીકરણની ગુણવત્તા વધારવી.
⬆️ ઉપરોક્ત તમામ બાબતોનો શિક્ષણ વિભાગના કયા માળખામાં સમાવેશ થાય છે.??
A. સામાજ વિષયક
B. નીતી વિષયક
C. જાતિ વિષયક
D. શાળા વિષયક
માનવ સંસાધન વિકાસ મંત્રાલય ક્યાં બે મુખ્ય વિભાગમાં કાર્ય કરે છે?
A). શાલેય શિક્ષણ અને સાક્ષરતા વિભાગ
B). ઉચ્ચશિક્ષણ વિભાગ
C). A અને B બન્ને.
D). એકપણ નહિ.
Q 9). માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા નીચેનામાંથી કઈ કઈ યોજનાઓ ચલાવવામાં આવે છે ?
A). સર્વ શિક્ષા અભિયાન.
B). રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન.
C). મધ્યાહ્નન ભોજન અને સાક્ષર ભારત યોજના.
D). ઉપરોક્ત A, B અને C તમામ
Q 10). જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાના વ્યવસ્થાપનની જવાબદારી કોણ નિભાવે છે ??
A). જિલ્લા વિકાસ અધિકારી
B). જિલ્લા કલેકટર
C). જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી
D). રાજ્ય શિક્ષણ મંત્રી
