NEW
Font size
Worksheetsદિવાળી તહેવાર વિશેની અવનવી બાબતો વિશે ની ક્વિઝ
Total questions: 10
Worksheet time: 5mins
દિવાળીનો તહેવાર ક્યારે મનાવવામાં આવે છે?
પૂનમ
અમાસ
અગિયારસ
ચોથ
દિવાળીના દિવસે કયા હિન્દુ દેવી દેવતાની પૂજા કરવામાં આવે છે?
રાધાકૃષ્ણ
શંકર પાર્વતી
ગણેશ લક્ષ્મી
બ્રહ્માજી સરસ્વતી
દિવાળીના એક દિવસ પહેલા કયો દિવસ હોય છે?
કાળી ચૌદસ
ધનતેરસ
ભાઈબીજ
દુર્ગા પૂજા
દિવાળીનો તહેવાર મનાવવા પાછળ કોઈ માન્યતા છે?
ભગવાન કૃષ્ણ દ્વારા મામા કંસનો વધ કરવામાં આવ્યો હતો
ભગવાન શ્રીરામ ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કરીને આવ્યા હતા
દેવતાઓ દ્વારા સમુદ્રમંથન કરવામાં આવ્યું હતું
ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો
દિવાળીના તહેવાર પર કલકત્તામાં કોની પૂજા કરવામાં આવે છે?
દેવી લક્ષ્મી
દેવી કાલી
દેવી પાર્વતી
દેવી સરસ્વતી
દિવાળીના દિવસે જ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કયા અસુરનો વધ કરવામાં આવ્યો હતો?
નરકાસુર
રક્તબીજ
મય દાનવ
કંસ
નીચેનામાંથી કયા દેશમાં દિવાળીનો તહેવાર મનાવવામાં આવતો નથી?
નેપાળ
ભારત
ઈન્ડોનેશિયા
માલદીવ
દિવાળીના તહેવાર પર નીચેનામાંથી શું કરવામાં આવતું નથી?
રંગોળી કરવી
ફટાકડા ફોડવા
દીવા પ્રગટાવવા
એકબીજા પર રંગ ઉડાડવા
દિવાળીના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે અને સાથે-સાથે કુબેરની પણ પૂજા કરવામાં આવે છે તો આ કુબેર કોના ભાઈ હતા?
રાવણ
નરકાસુર
નટરાજ
ઋષિ અગસ્ત્ય
કયા દેશમાં દિવાળીને "તિહાર" કહેવામાં આવે છે?
જાપાન
નેપાળ
ઈન્ડોનેશિયા
શ્રીલંકા
