wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

481 NMMS દિશાઅનેઅંતર

Total questions: 24

Worksheet time: 12mins

Name
Class
Date
1.

સૂર્યોદય વખતે તમારો ચહેરો સૂર્ય સામે હોય તો તમારો ડાબો હાથ ડાબી તરફ લંબાવતા કઈ દિશા બતાવશે ?

a)

ઉત્તર

b)

દક્ષિણ

2.

તરુણ ઉત્તર દિશા તરફ પીઠ રાખી ઉભો છે સાંજના પાંચ વાગે તેનો પડછાયો કઈ દિશામાં પડશે ?

a)

ઉત્તર

b)

પૂર્વ

3.

સૂર્યોદયની દિશામાં મો રાખીને ઉભા રહેવાથી દક્ષિણ દિશા જમણી બાજુએ આવતી હોય તો પીઠની તરફ કઈ દિશા હોય છે ?

a)

પશ્ચિમ

b)

પૂર્વ

4.

જૈનીલ ઉત્તર દિશા તરફ મોં રાખી ઉભો છે સવારના 8:00 વાગે તેનો પડછાયો કઈ દિશામાં પડશે ?

a)

પશ્ચિમ

b)

ઉત્તર

5.

કોમલ પોતાના ઘરથી ઉત્તર દિશામાં 2 કિમી ચાલે છે. ત્યારબાદ જમણી બાજુ વળે છે. તો તેનું મો કઈ દિશા તરફ હશે ?

a)

ઉત્તર

b)

પૂર્વ

c)

પશ્ચિમ

6.

માયા પૂર્વ દિશા તરફ પીઠ રાખીને ઉભી છે. ત્યાંથી તે જમણી બાજુ વળી 3 કિમી જાય છે. ત્યાંથી તે ડાબું બાજુ વળી 2 કિમી જાય છે. તો તેનું મોં કઈ દિશા તરફ હશે ?

a)

પશ્ચિમ

b)

પૂર્વ

c)

દક્ષિણ

7.

સુરેશ પોતાના ઘરેથી નીકળી ઉત્તર દિશામાં 4 કિમી ચાલે છે. ત્યાંથી તે નૈઋત્ય દિશામાં 5 કિમી ચાલે છે.તેને પોતાના ઘરે પાછા ફરવામાં ઓછામાં ઓછા કેટલા કિમી ચાલવું પડે ?

a)

3 કિમી

b)

4 કિમી

8.

રાહુલ પોતાના ઘરેથી નીકળી ઈશાન દિશામાં 13 કિમી ચાલે છે. ત્યાંથી તે દક્ષિણ દિશા તરફ 12 કિમી ચાલે છે. તો હવે તે પોતાના ઘરેથી કેટલા કિમી દૂર હશે ?

a)

25

b)

1

c)

5

d)

11

9.

નમન પોતાના ઘરેથી વાયવ્ય દિશા માં 4 કિમી ચાલે છે. તેનો ભાઈ મગન એ જ ઘરેથી ઈશાન દિશામાં 3 કિમી ચાલે છે. તો તે બંને એકબીજાથી કેટલાક કિમી ના અંતરે હશે ?

a)

7

b)

4

c)

8

d)

5

10.

સુરેશ પોતાના ઘરે થી પૂર્વમાં 4 કિમી ચાલેછે. ત્યારબાદ જમણી બાજુ વળી 3 કિમી ચાલે છે. તેને પોતાના ઘરે પાછા ફરવામાં ઓછામાં ઓછું કેટલા કીમી ચાલવું પડે ?

a)

7કિમી

b)

5કિમી

c)

1કિમી

d)

10 કિમી

11.

દિશા પોતાના ઘરેથી નીકળી પૂર્વ દીશામાં 5 કિમી ચાલે છે. ત્યારબાદ તે ડાબી બાજુ વળી ૪ કિમી ચાલે છે. ત્યારબાદ તે ફરી વખત ડાબી બાજુ વળી 5 કી.મી. ચાલે છે. હવે તે પોતાના ઘરથી કેટલા કિમી દૂર કઈ દિશામાં હશે ?

a)

0.5કિમી પશ્ચિમ

b)

15કિમી દક્ષિણ

c)

0કિમી પૂર્વ

d)

4કિમી ઉત્તર

12.

શુભમ ઘરેથી નીકળી ઉત્તર દિશામાં 1.5 કિમી ચાલે છે. ત્યારબાદ જમણી બાજુ વાળી 0.5 કિમી ચાલે છે. ત્યારબાદ ફરી વખત જમણી બાજુ વળી 1.5 કિમી ચાલે છે. તો તે પોતાના ઘરેથી ઓછામાં ઓછા કેટલા અંતરે હશે ?

a)

0 કિમી

b)

0.5 કિમી

13.

જયેશ પોતાના ઘરથી પૂર્વ દિશામાં 2 કિમી ચાલે છે. ત્યારબાદ ડાબી બાજુ વળે છે, તો તેનું મોં કઈ દિશા તરફ હશે ?

a)

પશ્ચિમ

b)

ઉત્તર

14.

પશ્ચિમ અને ઉત્તર દિશાઓ વચ્ચે કઈ દિશા (ખૂણો) હોય ?

a)

વાયવ્ય

b)

ઈશાન

15.

હિરલ તેની ઘડિયાળ ટેબલ પર એવી રીતે ગોઠવે છે કે 12 વાગે કાંટો ઉત્તર દિશા તરફ રહે છે. તો 7:15 વાગે મિનિટ કાંટો કઈ દિશા તરફ હશે ?

a)

ઉત્તર

b)

પૂર્વ

c)

પશ્ચિમ

d)

દક્ષિણ

16.

રાહુલ તેની ઘડિયાળ ટેબલ પર એવી રીતે ગોઠવી છે કે 6 વાગે કલાક કાંટો ઉત્તર દિશા તરફ રહે છે. તો 9:15 વાગે મિનિટ કાંટો કઈ દિશામાં હશે ?

a)

ઉત્તર

b)

પશ્ચિમ

c)

દક્ષિણ

17.

જો પૂર્વ = નૈઋત્ય અને અગ્નિ = પશ્ચિમ હોય તો દક્ષિણ = ?

a)

વાયવ્ય

b)

ઉત્તર

18.

X એ Y ની પશ્ચિમ દિશામાં છે. Y એ Z ની દક્ષિણ દિશામાં છે.જો P એ Z ની પૂર્વ દિશામાં હોય તો P એ Y ને કઈ દિશામાં હોય ?

a)

નૈઋત્ય

b)

ઉત્તર

19.

X એ Y ની પશ્ચિમ દિશામાં છે. X એ Z ની ઉત્તર દિશામાં છે. P એ Z ની દક્ષિણ દિશામાં છે. તો તે P એ Y ની કઈ દિશામાં છે.

a)

ઉત્તર

b)

દક્ષિણ

c)

અગ્નિ

d)

આપેલ એક પણ નહિ

20.

જૉ અગ્નિ = ઉત્તર, ઈશાન = પશ્ચિમ, તો પશ્ચિમ = ?

a)

વાયવ્ય

b)

અગ્નિ

21.

કિશોર પ્રસ્થાન બિંદુ થી ચાલવાની શરૂઆત કરે છે તે 3 કિમી પશ્ચિમ દિશામાં ચાલે છે. તે પછી તે પોતાની જમણી બાજુ ફરી 3 કિમી ચાલે છે. તો તેનું મોં કઈ દિશામાં હશે ?

a)

પૂર્વ

b)

ઉત્તર

22.

એક વ્યક્તિ ઉત્તર દિશા તરફ ચાલવાનું શરૂ કરે છે. તે જમણી બાજુ બે વખત વળીને ચાલવાનું શરૂ રાખે છે તો હવે તે કઈ દિશા તરફ ચાલતો હશે ?

a)

પશ્ચિમ

b)

દક્ષિણ

23.

એક વ્યક્તિ પૂર્વ દિશા તરફ ચાલે છે. તે પહેલાં 45° જમણી તરફ અને પછી 90 અંશ ડાબી તરફ વળે છે. હવે તેનું મુખ કઈ દિશા તરફ હશે ?

a)

અગ્નિ

b)

ઈશાન

24.

તન્વી દક્ષિણ દિશા તરફ મુસાફરી કરીને પ્રારંભ કરે છે. તેણે ઉત્તર દિશા તરફ જવા કઈ રીતે સૂચના પાળવી જોઇએ ?

a)

જમણે, ડાબે, જમણે, જમણે

b)

ડાબે, જમણે, જમણે