wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

શિક્ષક આવૃતિ તાલીમ વિજ્ઞાનના MCQs

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 કઈ બાબત માટે માર્ગદર્શિત કરતો મહત્ત્વનો દસ્તાવેજ છે?

a)

ઉચ્ચ શિક્ષણ માટે

b)

સૌના માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ

c)

માત્ર પૂર્વ-પ્રાથમિક શિક્ષણ માટે

d)

ફક્ત ટેકનિકલ શિક્ષણ માટે

2.

NEP 2020 અંતર્ગત શાળા શિક્ષણ માટે કેટલા અભ્યાસક્રમ માળખા (Curriculum Frameworks) રજૂ કરાયા છે?

a)

બે

b)

ત્રણ

c)

ચાર

d)

પાંચ

3.

NCF-SE 2023 મુજબ, દરેક પાઠ્યપુસ્તક સાથે શું હોવું જોઈએ?

a)

પ્રશ્નપત્ર સંગ્રહ

b)

અધ્યયન પોથી

c)

શિક્ષક આવૃત્તિ

d)

પ્રેક્ટિકલ માર્ગદર્શિકા

4.

શિક્ષક આવૃત્તિ" મુખ્યત્વે કોના માટે રચવામાં આવતું સાહિત્ય છે?

a)

વિદ્યાર્થીઓ માટે

b)

વાલીઓ માટે

c)

ફક્ત શિક્ષકો માટે

d)

શાળાઓના સંચાલકો માટે

5.

વિજ્ઞાન શિક્ષણના કયા ધ્યેયમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને સમાજના આંતર-સંબંધને સમજવાનો સમાવેશ થાય છે?

a)

CG-3

b)

CG-5

c)

CG-7

d)

CG-9

6.

વિજ્ઞાન શિક્ષણનો મુખ્ય હેતુ શું છે?

a)

ફક્ત તથ્યો અને વ્યાખ્યાઓ શીખવવાનો

b)

વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક અભિગમ સાથે જીવન જીવનાર જવાબદાર નાગરિક બનાવવા

c)

ફક્ત પ્રયોગો કરાવવાનો

d)

ફક્ત પાઠ્યપુસ્તકનો અભ્યાસ કરાવવાનો

7.

વિજ્ઞાનના વર્તમાન શિક્ષણ પ્રક્રિયાનો એક પડકાર કયો છે?

a)

પ્રયોગશાળાઓની ઉપલબ્ધતા

b)

શિક્ષણનું પાઠ્યપુસ્તક પર આધારિત હોવું

c)

ICTનો વધુ પડતો ઉપયોગ

d)

વૈજ્ઞાનિક પ્રશ્નોત્તરીનો અભાવ

8.

વિજ્ઞાન અધ્યાપનશાસ્ત્રનો એક સિદ્ધાંત કયો છે?

a)

માત્ર વ્યાખ્યાન પદ્ધતિનો ઉપયોગ કરવો

b)

ગોખણપટ્ટીને પ્રોત્સાહન આપવું

c)

વિદ્યાર્થીઓ તેમની આસપાસની દુનિયા સાથે સક્રિય રીતે જોડાય

d)

એક જ શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવો

9.

વર્ગખંડનું વાતાવરણ અધ્યયનમાં કઈ ભૂમિકા ભજવે છે?

a)

નહિવત્

b)

મહત્ત્વપૂર્ણ

c)

નકારાત્મક

d)

ગૌણ

10.

કઈ બાબતને NCF-SE માં "Hands on Science" અભિગમ તરીકે દર્શાવાયો છે?

a)

લેક્ચર મેથડ

b)

વિજ્ઞાન અભિગમ

c)

ક્રિયા દ્વારા વિજ્ઞાન

d)

નિદર્શન

11.

વિજ્ઞાન શિક્ષકો માટેના 'Dos અને Don'ts' મુજબ, શિક્ષકે શું કરવું જોઈએ?

a)

ટેકનોલોજીને શિક્ષકના વિકલ્પ તરીકે વાપરવી

b)

ગોખણપટ્ટીને પ્રોત્સાહન આપવું

c)

જિજ્ઞાસાને પોષીશું - પૃચ્છા આધારિત અધ્યયનને પ્રોત્સાહન આપવું 11

d)

મૂલ્યાંકન માટે બીબાંઢાળ પદ્ધતિઓનો ઉપયોગ કરવો

12.

વિજ્ઞાન શિક્ષણમાં મૂલ્યાંકનનો હેતુ શું છે?

a)

ફક્ત તથ્યો અને માહિતી યાદ રાખવાની ક્ષમતા ચકાસવાનો

b)

સંકલ્પનાઓની સમજણ અને વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવાની કાબેલિયત ચકાસવાનો 12

c)

શિક્ષકના કાર્યક્ષમતાની ચકાસણી કરવાનો

d)

વિદ્યાર્થીઓનું એકબીજા સાથે સરખામણી કરવાનો

13.

વિજ્ઞાન શિક્ષકે શું નહીં કરવું જોઈએ?

a)

શિક્ષણને સમાવેશી બનાવવું

b)

સ્થાનિક જ્ઞાનનો ઉપયોગ કરવો

c)

વિદ્યાર્થીઓના પ્રશ્નોને ટાળવા નહીં

d)

પ્રવૃત્તિઓ અને પ્રયોગોનું આયોજન કરવું

14.

વિજ્ઞાનના પાઠ્યપુસ્તકોમાં સમાવવાયોગ્ય વિષયવસ્તુના લક્ષણોમાં કોનો સમાવેશ થતો નથી?

a)

વિદ્યાર્થીના જીવન અને પર્યાવરણ સાથે મહત્તમ જોડાણ કરે

b)

વૈજ્ઞાનિક ક્ષમતાઓના આકલનની તક ઉપલબ્ધ કરાવે

c)

વિદ્યાર્થીને ગોખણપટ્ટી માટે પ્રોત્સાહિત કરે

d)

સંકલ્પનાઓનો વૈજ્ઞાનિક વિકાસ કરે

15.

શિક્ષક આવૃત્તિનો એક મુખ્ય ઉદ્દેશ્ય શું છે?

a)

ફક્ત પ્રશ્નોના જવાબો પૂરા પાડવાનો

b)

વિદ્યાર્થીઓ પર ભણતરનો ભાર વધારવાનો

c)

વિદ્યાર્થીઓની શીખવાની પ્રક્રિયાને સુધારવામાં શિક્ષકોને મદદ કરવાનો

d)

વિદ્યાર્થીઓને ફક્ત પાઠ્યપુસ્તક પૂરતા સીમિત રાખવાનો

16.

AI Tools માંથી જોઈતી માહિતી મેળવવા માટે AI Tools ને યોગ્ય રીતે આપણી જરૂરીયાત જણાવવાની કલાને શું કહેવામાં આવે છે?

a)

કોડીંગ

b)

પ્રોમ્પ્ટીંગ

c)

ડીબગીંગ

d)

ડેટા એન્ટ્રી

17.

NEP 2020 ના પ્રકરણ 4 નો વિષય શું છે?

a)

ઉચ્ચ શિક્ષણ

b)

શાળાઓમાં અભ્યાસક્રમ અને અધ્યાપન શાસ્ત્ર

c)

વ્યાવસાયિક શિક્ષણ

d)

કૌશલ્ય વિકાસ

18.

"શિક્ષક આવૃત્તિ" માં કયા પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવે છે જે વિદ્યાર્થીઓને Beyond the Textbook લઈ જઈ શકે?

a)

સરળ પ્રશ્નો

b)

વાર્તાઓ અને રમતો

c)

ઉચ્ચ વૈચારિક પ્રશ્નો (HOT Question)

d)

માત્ર પાઠ્યપુસ્તકના પ્રશ્નો

19.

વિજ્ઞાનના અધ્યાપનશાસ્ત્રીય સિદ્ધાંત મુજબ, વિજ્ઞાન શીખવા માટે કઈ બાબત જરૂરી છે?

a)

માત્ર પુસ્તકોનું વાંચન

b)

માત્ર શિક્ષકની સમજણ

c)

વિચારો અને અવલોકનોનું આદાન-પ્રદાન

d)

માત્ર પ્રવૃત્તિઓ કરવી

20.

શાળા કક્ષાએ શીખવવાના વિજ્ઞાનમાં બહુ મોટી સંખ્યામાં તથ્યો અને સંકલ્પનાઓ સમાવવાથી શું થાય છે?

a)

વિદ્યાર્થીઓનું જ્ઞાન વધે છે

b)

ભણતરનો ભાર વધે છે

c)

શિક્ષણ સરળ બને છે

d)

વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં રસ લે છે